ચમત્કાર

By Dada Bhagwan & Dr. Niruben Amin

ચમત્કાર - Dada Bhagwan & Dr. Niruben Amin
  • Release Date: 2016-07-22
  • Genre: Religion & Spirituality

Description

આજનાં અતિ આધુનિક અને વૈજ્ઞાનિક કાળમાં પણ લોકો કંઈક ચમત્કાર થશે તેવી ભ્રાંતિમાં રાચે છે. તેઓ કોઈક અલૌકિક ઘટનાઓ ઘટવાની રાહ જુએ છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની પ્રજા ચમત્કારોમાં માને છે, તે ઘણી અંધશ્રદ્ધાઓ, ભ્રાંતિ અને ભયને જન્માવે છે. જે દેશની પ્રજા ચમત્કારોને માનતી, રાચતી ને પૂજતી થાય તે દેશના આધ્યાત્મનું પતન ક્યાં જઈ ને અટકશે તેની કલ્પના જ થાય તેમ નથી. ચમત્કાર કહેવો કોને ?સામાન્ય માણસની બુદ્ધિથી ના સમજાય તેવી બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હોય. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાની બુદ્ધિમાં સમાય. બુદ્ધિની સીમા ય દરેકની ભિન્ન ભિન્ન જ ને ! ચમત્કાર પરનું પ્રસ્તુત પુસ્તક - શું આવા ચમત્કારોનું આપણા જીવનમાં ખરેખર કોઈ મહત્વ છે? ચમત્કારનો સહારો લઈને અંતે આપણને મળ્યું શું? તેનાં પર પ્રકાશ પાડે છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ ચમત્કારની યથાર્થ ‘ડેફીનેશન’(વ્યાખ્યા), સિદ્ધિ અને ચમત્કાર વચ્ચેનો તફાવત, ચમત્કારમાં માન્યતા અને ધર્મ વચ્ચેનો સંબંધ, શું ચમત્કાર ખરેખર આપણું કંઈક સારું કરે છે કે તે માત્ર એક કલ્પના જ છે ? શું ચમત્કારો આપણા જીવન અને ધર્મને અસર કરે છે ? શું તે આપણા જીવનને સારું કે ખરાબ બનાવી શકે? શું આપણે ચમત્કારો કરીને ભગવાનને રાજી કરી શકીએ? વગેરે તે સર્વ બાબતો સમજાવી છે. દાદાશ્રી વાચકને મોક્ષમાર્ગ તરફ વાળે છે, જ્યાં (કહેવાતા)ચમત્કારનું કોઈ જ સ્થાન નથી, કારણકે આત્મા આ બધાથી પર છે. પ્રસ્તુત પુસ્તક સુજ્ઞ વાચકને ચમત્કારનો ખરો મતલબ ખોળવામાં અને આધ્યાત્મના સાચા માર્ગ પર ચાલવામાં સહાયક થશે.