બુદ્ધ જાતક ચિંતન : 1

By Swami Sachchidanand

બુદ્ધ જાતક ચિંતન : 1 - Swami Sachchidanand
  • Release Date: 2012-03-06
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે 

રાજકોટના પ્રવીણ પ્રકાશનવાળા શ્રી ગોપાળભાઈ પટેલે મને જાતકના છ ગ્રંથો મોકલ્યા. ગ્રંથો વાંચતાં મને થયું કે આ જાતકોની કથાઓ આજે પણ પ્રસ્તુત છે. અઢી હજાર વર્ષ ઉપર બુદ્ધના જીવનકાળમાં કહેલી આ ઘટનાઓ છે. બુદ્ધ પોતાના ભિક્ષુઓના વિશાળ સમુદાયને લઈને વિચરણ કરતા. જેની પાસે નાનો-મોટો સમુદાય હોય તેને માનવીય પ્રશ્નો તો હોય જ. પ્રશ્નો હોય અને તેનું સમાધાન ન હોય તો પ્રશ્નો પહેલાં અશાંતિ કરે અને પછી વિનાશ કરે. તેથી નાના-મોટા સમૂહના વડાએ સમૂહને સાચવવા રોજ પ્રશ્નોનું નિરાકરણ કરતા રહેવું જોઈએ. તો જ તે યોગ્ય મુખી કહેવાય.