સાચા મહાપુરુષો

By Swami Sachchidanand

સાચા મહાપુરુષો - Swami Sachchidanand
  • Release Date: 2012-10-28
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

મહાપુરુષોથી રાષ્ટ્ર મહાન બનતું હોય છે. જે પ્રજા મહાપુરુષો પેદા ન કરે તે કદી મહાન થઈ શકે નહીં. મહાપુરુષોના ત્રણ પ્રકાર છે : 1. પ્રશ્નો ઊભા કરનારા, 2. પ્રશ્નોથી ભગાડનારા અને 3. પ્રશ્નો ઉકેલનારા. 1. પ્રશ્નો ઊભા કરનારા વાંચીને નવાઈ લાગશે પણ પ્રશ્નો ઊભા કરનારા પણ મહાપુરુષો થતા હોય છે. આત્મસાક્ષાત્કાર કે ઈશ્વરસાક્ષાત્કારનો પ્રશ્ન ઊભો કરીને હજારોને તેના ઉકેલ માટે રખડાવી મારનારા પણ મહાપુરુષો જ કહેવાય છે. આત્મસાક્ષાત્કાર કે ઈશ્વરસાક્ષાત્કારની શી જરૂર છે? માનો કે આવો સાક્ષાત્કાર ન થયો તો શું બગડી જવાનું હતું? અને જે લોકો સાક્ષાત્કારનો દાવો કરે છે તેમાંથી કેટલા સાચા છે? મોટા ભાગે તો ગોળી-ગોળીને ધારણા બાંધી દીધી હોય છે. કારણ કે બધાનો સાક્ષાત્કાર એકસરખો નથી હોતો. કોઈ કાંઈ કહે છે તો કોઈ કાંઈ કહે છે. અનુયાયીઓ તપાસ કર્યા વિના બધું માની લેતા હોય છે. તેથી તેની પ્રામાણિકતાની કશી ખામી હોતી નથી. આ લોકો પ્રશ્નો ઊભા કરે છે. ઉકેલતા નથી.